Posts

Showing posts from November, 2024

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર્વ...

જામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી

Image
 જામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી *તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવી  સખી વન સ્ટોપ સેન્ટરમાં સલામત આશરો આપ્યો* જામનગર તા.૧૧ નવેમ્બર, એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા જામનગરમાં ભૂલા પડી ગયા છે અને તેમની સાથે લોકોએ વાતચીત કરતાં માત્ર તેમની પ્રાદેશિક ભાષા જ બોલે છે. આ અંગે ૧૮૧ અભયમની ટીમને જાણ થતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ મમતાબેન આહુજા અને પાઇલોટ સુરજીતભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતાં.   ૧૮૧ની ટીમે મહિલા સાથે મુલાકાત કરી તેણીને સાંત્વના આપી વિશ્વાસ માં લઈ, મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ માત્ર તેલુગુ ભાષા બોલતાં, થોડું લખતાં અને સમજતાં હોય તેમ જાણવા મળ્યું હતું. બાદમાં તેઓએ કાગળ પર લખ્યું અને અભયમની ટીમ દ્વારા તે શબ્દોનું ગૂગલમાં ભાષા ટ્રાન્સલેશન કરતાં મહિલાનું નામ મનીમાં રામલ્લું દાંડું અને તેલંગણા રાજ્યનાં ગામ કાકરલા પાડુંનાં વતની હોવાનું જાણવા મળ્યું હતું.  ત્યારબાદ ધ્રોલ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે  તેલુગુ ભાષાનાં...