Posts

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર્વ...

જામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી

Image
 જામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી *તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવી  સખી વન સ્ટોપ સેન્ટરમાં સલામત આશરો આપ્યો* જામનગર તા.૧૧ નવેમ્બર, એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા જામનગરમાં ભૂલા પડી ગયા છે અને તેમની સાથે લોકોએ વાતચીત કરતાં માત્ર તેમની પ્રાદેશિક ભાષા જ બોલે છે. આ અંગે ૧૮૧ અભયમની ટીમને જાણ થતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ મમતાબેન આહુજા અને પાઇલોટ સુરજીતભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતાં.   ૧૮૧ની ટીમે મહિલા સાથે મુલાકાત કરી તેણીને સાંત્વના આપી વિશ્વાસ માં લઈ, મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ માત્ર તેલુગુ ભાષા બોલતાં, થોડું લખતાં અને સમજતાં હોય તેમ જાણવા મળ્યું હતું. બાદમાં તેઓએ કાગળ પર લખ્યું અને અભયમની ટીમ દ્વારા તે શબ્દોનું ગૂગલમાં ભાષા ટ્રાન્સલેશન કરતાં મહિલાનું નામ મનીમાં રામલ્લું દાંડું અને તેલંગણા રાજ્યનાં ગામ કાકરલા પાડુંનાં વતની હોવાનું જાણવા મળ્યું હતું.  ત્યારબાદ ધ્રોલ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે  તેલુગુ ભાષાનાં...

જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024

સરસ' ઉત્પાદનોને 'સરસ' પ્રોત્સાહન...!! જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024 દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓનો મહાકુંભ; 33 જિલ્લાની 100થી વધુ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા 50 જેટલાં સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેચાણ... 'સરસ' ઉત્પાદનોને 'સરસ' પ્રોત્સાહન...!! જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024 દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓનો મહાકુંભ; 33 જિલ્લાની 100થી વધુ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા 50 જેટલાં સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેચાણ... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #sarasmela #GujaratGovernment #jamnagar Posted by Gujarat Information on Saturday, October 26, 2024

લખોટા કિલ્‍લો - જામનગર

  લખોટા કિલ્‍લો - જામનગર આ કિલ્‍લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી દરમિયાનના સ્‍થાપત્‍યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્‍તારમાં ફેલાયેલો છે. આ કિલ્‍લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્‍યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્‍ત્રાગાર અને અન્‍ય યુદ્ધ સામગ્રીનો સંગ્રહ થયેલો છે. લખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લખોટાનો કિલ્‍લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્‍ત્રો માટે જાણીતું છે. આ કિલ્‍લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહિનું મુખ્‍ય આકર્ષણ કુવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે.

શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ..

 શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... #SchoolTour #NewRule #EducationDepartment #Gujarat #SOP #SchoolTourSOP #GujaratGovernment pic.twitter.com/enND3FCRAC — Gujarat Information (@InfoGujarat) October 24, 2024

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

Image
 જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી જામનગર તા.૨૩ ઓક્ટોબર, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત  વર્ષ-૨૦૨૪-૨૫ની બાળકોના પોષણમા સુધારો થવાના હેતુથી કરેલ રૂ. 2.00 લાખની જોગવાઈની ગ્રાન્ટમાંથી જિલ્લાના ૧ થી ૫ વર્ષના અતિ કુપોષિત ૪૪૬ બાળકોને પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં  બાળક દીઠ સિંગદાણા (400 ગ્રામ), રાગી લોટ (500 ગ્રામ), દલીયા (500 ગ્રામ), મગ (500 ગ્રામ), ગોળ (950 ગ્રામ), મોરીન્ગા(સરગવા) પાઉડર (100 ગ્રામ)નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાનગીઓની રેસીપીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.   આ પોષણ કીટ વિતરણની સાથે-સાથે નિવૃત્ત આંગણવાડી કાર્યકર બહેનોને મળવાપાત્ર ગ્રેજ્યુઈટીનાં ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NNM જિલ્લા તથા બ્લોક કોર્ડીનેટરશ્રીઓ દ્વારા બાળકોને દુકાનનાં મસાલેદાર પેકેટ્સની આદત છોડાવવા, બાળકનાં વાલીઓમાં કુપોષણ બાબતે જાગૃતિ લાવવા તથા માર્ગદર્શન આપવાનાં વિષય પર રોલ પ્લે કરવામાં આવ્યો હતો.  જામનગર ...

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Image
        કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને અમારી ઈચ્છા છે કે તમારું સર્વોપરી કાયમ રહે, તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો. આજે અમિત શાહ 60 વર્ષના થયા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતમાં થયો હતો. અમિત શાહે 1980 ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો જ્યારે તેઓ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાયા.  ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સાથે કામ કરવાનું શરૂ કરતાં તેમની રાજકીય કારકિર્દીએ વેગ પકડ્યો હતો. 2002માં શાહને ગુજરાત સરકારમાં ગૃહ, કાયદો અને વાહનવ્યવહાર જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.  તેઓ ગુજરાતમાં લાંબા સમયથી ભાજપના વ્યૂહરચનાકાર રહ્યા છે અને 2002ની ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ માટે નોંધપાત્ર જીત સુનિશ્ચિત કરી હતી. હાલમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.  તેમના પર...