Posts

જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024

સરસ' ઉત્પાદનોને 'સરસ' પ્રોત્સાહન...!! જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024 દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓનો મહાકુંભ; 33 જિલ્લાની 100થી વધુ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા 50 જેટલાં સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેચાણ... 'સરસ' ઉત્પાદનોને 'સરસ' પ્રોત્સાહન...!! જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024 દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓનો મહાકુંભ; 33 જિલ્લાની 100થી વધુ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા 50 જેટલાં સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેચાણ... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #sarasmela #GujaratGovernment #jamnagar Posted by Gujarat Information on Saturday, October 26, 2024

લખોટા કિલ્‍લો - જામનગર

  લખોટા કિલ્‍લો - જામનગર આ કિલ્‍લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી દરમિયાનના સ્‍થાપત્‍યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્‍તારમાં ફેલાયેલો છે. આ કિલ્‍લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્‍યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્‍ત્રાગાર અને અન્‍ય યુદ્ધ સામગ્રીનો સંગ્રહ થયેલો છે. લખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લખોટાનો કિલ્‍લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્‍ત્રો માટે જાણીતું છે. આ કિલ્‍લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહિનું મુખ્‍ય આકર્ષણ કુવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે.

શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ..

 શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... #SchoolTour #NewRule #EducationDepartment #Gujarat #SOP #SchoolTourSOP #GujaratGovernment pic.twitter.com/enND3FCRAC — Gujarat Information (@InfoGujarat) October 24, 2024

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

Image
 જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી જામનગર તા.૨૩ ઓક્ટોબર, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત  વર્ષ-૨૦૨૪-૨૫ની બાળકોના પોષણમા સુધારો થવાના હેતુથી કરેલ રૂ. 2.00 લાખની જોગવાઈની ગ્રાન્ટમાંથી જિલ્લાના ૧ થી ૫ વર્ષના અતિ કુપોષિત ૪૪૬ બાળકોને પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં  બાળક દીઠ સિંગદાણા (400 ગ્રામ), રાગી લોટ (500 ગ્રામ), દલીયા (500 ગ્રામ), મગ (500 ગ્રામ), ગોળ (950 ગ્રામ), મોરીન્ગા(સરગવા) પાઉડર (100 ગ્રામ)નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાનગીઓની રેસીપીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.   આ પોષણ કીટ વિતરણની સાથે-સાથે નિવૃત્ત આંગણવાડી કાર્યકર બહેનોને મળવાપાત્ર ગ્રેજ્યુઈટીનાં ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NNM જિલ્લા તથા બ્લોક કોર્ડીનેટરશ્રીઓ દ્વારા બાળકોને દુકાનનાં મસાલેદાર પેકેટ્સની આદત છોડાવવા, બાળકનાં વાલીઓમાં કુપોષણ બાબતે જાગૃતિ લાવવા તથા માર્ગદર્શન આપવાનાં વિષય પર રોલ પ્લે કરવામાં આવ્યો હતો.  જામનગર ...

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Image
        કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને અમારી ઈચ્છા છે કે તમારું સર્વોપરી કાયમ રહે, તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો. આજે અમિત શાહ 60 વર્ષના થયા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતમાં થયો હતો. અમિત શાહે 1980 ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો જ્યારે તેઓ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાયા.  ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સાથે કામ કરવાનું શરૂ કરતાં તેમની રાજકીય કારકિર્દીએ વેગ પકડ્યો હતો. 2002માં શાહને ગુજરાત સરકારમાં ગૃહ, કાયદો અને વાહનવ્યવહાર જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.  તેઓ ગુજરાતમાં લાંબા સમયથી ભાજપના વ્યૂહરચનાકાર રહ્યા છે અને 2002ની ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ માટે નોંધપાત્ર જીત સુનિશ્ચિત કરી હતી. હાલમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.  તેમના પર...

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Image
કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર ભૂકંપના સદગતોની યાદમાં વડાપ્રધાનશ્રીની વિશ્વને આપેલી અદભૂત ભેટ એટલે ભુજનું સ્મૃતિવન મેમોરિયલ ૦૦૦૦ ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં મળ્યું છે સ્થાન  ૦૦૦૦ ભુજ, મંગળવાર   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ: સ્વાર્થ નેતૃત્વમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાનશ્રી તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશા અગ્ર સ્થાન આપ્યું છે. કચ્છને પાણીદાર બનાવવામાં, ઉદ...

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Image
Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિ...