જામનગરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા વર્ષ 2024- 25 અંતર્ગત ચેસ સ્પર્ધા યોજાઈ

 જામનગરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા વર્ષ 2024- 25 અંતર્ગત ચેસ સ્પર્ધા યોજાઈ

જામનગર તા.17 ઓગસ્ટ, રાજ્ય સરકારશ્રીના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળ કાર્યરત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જામનગર શહેર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI)- 2024-25 ની મહાનગરપાલિકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં કેટેગરીમાં અંડર 14, 17 અને 19 ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ હોલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જામનગર શહેર કચેરી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સ્પર્ધામાં કુલ 157 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. જેમાં દરેક વયજૂથમાં વિજેતા થયેલા ખેલાડીઓ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI)– 2024- 25 અંતર્ગત હવે રાજ્યકક્ષાએ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી બી.જે.રાવલીયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Comments

Popular posts from this blog

Jamangar: કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.