જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

 જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.


જોડિયા તાલુકા કન્યા શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી.  તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા મંત્રીશ્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી. 

તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટરશ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ,  તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રસીલાબેન ચનિયારા, ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો - ઓપરેટિવ બેંકના ડાયરેક્ટરશ્રી ધરમશીભાઈ ચનીયારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગઢવી, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડીના બહેનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત...

Posted by Info Jamnagar Gog on Saturday, August 17, 2024

Comments

Popular posts from this blog

જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...

જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો