જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા “ઓરલ હાઇજિન ડે” ની ઉજવણી કરાઇ

 જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા “ઓરલ હાઇજિન ડે” ની ઉજવણી કરાઇ 

કાર્યક્રમ અંતર્ગત ફ્રી ડેન્ટલ કેમ્પ, જન જાગૃતિ સેમિનાર, પત્રિકા તથા ટુથ-બ્રશ અને ટુથ-પેસ્ટનું વિનામુલ્યે વિતરણ કરાયું 

ઇન્ડિયન સોસાયટી ઓફ પેરિયોડોન્ટોલોજીના સ્થાપક ડો. જી.બી. શંકવલકરની જન્મજયંતીની યાદમાં ભારતમાં દર વર્ષે ૧ ઓગસ્ટે ઓરલ હાઇજિન ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય ઓરલ હાઇજિન (મૌખિક સ્વસ્થ્ય) જાળવવાના મહત્વ અને દાંત સંબંધિત વિવિધ રોગોથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દરેક વ્યક્તિ માટે મૌખિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમારું મૌખિક સ્વાસ્થ્ય ખરાબ હોય તો શરીરમાં અન્ય રોગો થવાનું જોખમ ઘણું વધી જાય છે.

 જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ઓરલ હાઇજિન ડે નિમિતે લોકોમાં મૌખિક સ્વાસ્થ્યની જરૂરિયાત વિશે જાગૃતિ ફેલાવવા અર્થે એક અઠવાડીયા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જે અંતર્ગત જી.જી. હોસ્પિટલના મેડિસિન અને ગાયનેક વિભાગની ઓપીડી, સરકારી ફિજીયોથેરાપી હોસ્પિટલની ઓપીડી, સરકારી આયુર્વેદિક હોસ્પિટલની ઓપીડી, મોટી બાણુંગારની હાઈસ્કુલ ખાતે ડેન્ટલ હોસ્પિટલના પેઢાના વિભાગના ઇન્ટર્ન તથા પીજી ડોકટરો દ્વારા ફ્રી ડેન્ટલ તપાસ કેમ્પ તથા ઓરલ હાઇજિનનું મહત્વ સમજાવતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. 

ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર તથા ઇન્ડિયન ડેન્ટલ એસોશિએશન –જામનગર શાખા દ્વારા લાખોટા તળાવની પાળે લોકોને મૌખિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રેરિત કરવાના હેતુથી જન જાગૃતિ સેમિનાર, પત્રિકા તથા ટુથ-બ્રશ અને ટુથ-પેસ્ટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. 

ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર ખાતે આ દિવસની ઉજવણીના ભાગરૂપે ડોક્ટર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણીને વધારે રસપ્રદ બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા રિલ્સ મેકિંગ તથા મ્યુસિકલ ચેર જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. 

એક અઠવાડીયા સુધી આયોજન કરાયેલા ઓરલ હાઇજિન જન જાગૃતિ કાર્યક્ર્મને સફળ બનાવવા ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરના ડીનશ્રી ડો.નયના પટેલ, પેઢાના વિભાગમાં ફરજ બજાવતા ડોકટરો, ઇન્ટર્ન, વિધ્યાર્થીઓ તથા નર્સિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.  

Courtesy: Info Jamnagar gog

#jamnagar #gujarat #gujaratinews #jamnagarnews #health #healthyliving #healthiswealth #healthylifestyle #oralcare #oralhealth #oralhygiene #oralhealthcare #teeth #teethcare 

Comments

Popular posts from this blog

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...

જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો