નવ્ય દ્વારકા-ભવ્ય દ્વારકા"

 નવ્ય દ્વારકા-ભવ્ય દ્વારકા"


➡️બેટ દ્વારકા મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વિસ્તાર કરોડોના ખર્ચે વિકસાવાશે

➡️ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો 'નોર્થ-પદમ બીચ' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

➡️સુદર્શન સેતુના નિર્માણ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની પાવન નગરી બેટ દ્વારકા ખાતે યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે વિકાસને વિસ્તાર આપીને પ્રકૃતિ, સંસ્કૃતિ અને ભક્તિના સંગમ સમા બેટ દ્વારકાને પ્રવાસનનું ઉન્નત કેન્દ્ર બનાવવા ત્રણ તબ્બકા અંતર્ગત વિકાસ પ્રોજેક્ટ હાથ ધરાશે.

➡️પ્રથમ તબ્બકે:- શ્રી દ્વારકાધીશ મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટીફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર, ટુરિસ્ટ વિઝીટર સેન્ટર, હાટ બજાર, હિલ્લોક પાર્ક તથા વીથ વ્યુઇંગ ડેકનું નિર્માણ તથા વિકાસ કરવામાં આવશે.

➡️ બીજા તબ્બકે:- હનુમાન મંદિર, અભય માતા મંદિર, સનસેટ પાર્ક, નેચર અને મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર નિર્માણના કામો હાથ ધરાશે.


➡️ત્રીજા તબ્બકે:- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કમ્યુનિટી લેક ડેવલોપમેન્ટ, લેક અરાઈવલ પ્લાઝા, શટલ સર્વિસ, ઇવ્હીકલ, ડોલ્ફિન વ્યુઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિયુઝલ પ્રદર્શન, ગાઈડ ટ્રેનિંગ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

Comments

Popular posts from this blog

જામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા