Jamnagar|Jodiya: જોડીયા આંગણવાડી કેન્દ્રમાં મહિલાઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરાયું

 Jamnagar|Jodiya: જોડીયા આંગણવાડી કેન્દ્રમાં મહિલાઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરાયું

ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , ધ્રોલ અને આઈ.સી.ડી.એસ. વિભાગ, જોડીયા દ્વારા લાભાર્થીઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. 

મહિલાઓનું સશક્તિકરણ થાય, ગામડાની ગૃહિણીઓ પોતાના શાકભાજી પોતાના જ ફળીયા કે અગાસી પર પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડતા થાય, વધુ શાકભાજીના ઉછેર દ્વારા બજારમાં પોતે શાકભાજી વેચીને આત્મનિર્ભર બને, દેશી ખાતર બનાવતા અને ઉપયોગ કરતા થાય, આંગણવાડી કેન્દ્ર પર આવતા તમામ બાળકો ઓર્ગેનીક શાકભાજીનો ઉપયોગ કરે, તેને આહાર તરીકે લેતા થાય તે ઉદેશથી જોડીયા તાલુકાના આંગણવાડી કાર્યકરો માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના શ્રી ડો.સંજય પંડયાએ શાકભાજીને ઘર આંગણે ઉગાડવાની બોટલ પ્લાન્ટની રીત, નકામા ટાયરમા પ્લાન્ટની રીત, એક જ બોટલમાંથી ત્રણથી વધુ છોડને ઓછા પાણીએ ઉગાડવાની રીત, બોટલ ડ્રિપ ઇરીગેશન રીત, દેશી કોકપીટ ખાતર બનાવવાની રીતનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના બીજા સેશનમાં દરેક આંગણવાડી કાર્યકર પોતાના જ આંગણવાડી કેન્દ્ર પર કિચન ગાર્ડન કરે તે હેતુથી સ્થાનિક મળતા શાકભાજીના નાના રોપા અને બીજનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. 

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા હાલમાં ચોમાસાની ઋતુમાં સમગ્ર જામનગર જિલ્લા માટે આ અભિયાન નિઃશુલ્ક રીતે કાર્યરત કરવામાં આવ્યું છે. તો આ પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવનાર જિલ્લાના કોઈપણ ગામના સરપંચશ્રી, શહેરનું સેવા મંડળ કે મહિલા મંડળ, આંગણવાડી કેન્દ્ર આ કાર્યક્રમના આયોજન માટે ઉક્ત સંસ્થાનો સંપર્ક સાધી શકે છે. કાર્યક્રમમાં 50 જેટલા આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા. તેમ સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયાએ જણાવ્યું છે.

#jamnagar #gujarat #gujaratinews #jamnagarnews #kitchen #kitchengarden #kitchengardening #organic #organicfarming #homegardening #homegarden #gardening #local #localbusiness #LocalNews 

Comments

Popular posts from this blog

Jamangar: કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.