જામનગરમાં જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું

 

જામનગરમાં જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું

ગુજકોસ્ટ- ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ- ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા ડી.ઈ.ઓ.કચેરી અને ડી.પી.ઈ.ઓ.કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે, ગામડાના બાળકોમાં જ્ઞાનપિપાસા વધારવાના હેતુસર નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વિજેતા બાળકોની સૂચિમાં શ્રી દિવ્યજ્યોત વિદ્યાલય- કાલાવડમાંથી શિવ ચેતનભાઈ ચોવટીયા, શિવરાજસિંહ શક્તિસિંહ જાડેજા, દિશાંત ભાવેશભાઈ ચીખલિયા, શ્રી ડેલ્ટા પ્રાથમિક શાળા- સોયલમાંથી યશ પ્રકાશભાઈ અરાબડીયા, સ્નેહ ધમેન્દ્રભાઈ ક્કાણીયા, શ્રી ચંદ્રસિંહજી હાઈસ્કૂલ- ધ્રોલમાંથી દેવાભાઈ અમરશીભાઈ મોનેરા, શ્રી મોટા વાગુદડ કુમાર શાળા- મોટા વાગુદડમાંથી અર્જુનસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા, શ્રી જી.એમ. પટેલ સ્કૂલ- ધ્રોલમાંથી ઉર્મિલા આશોકભાઈ ગાગળ, શ્રી નવજીવન માધ્યમિક શાળા- નીકાવામાંથી પ્રતીક્ષાબા ભૂપેન્દ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજા, વિવેકપુરી ચેતનપુરી ગોસ્વામી, શ્રી વિવેકાનંદ  વિદ્યામંદિર- પીઠડમાંથી પ્રિન્સ રમેશભાઈ ચૌહણ, શ્રી એમ.ડી.મહેતા ગર્લ્સ સ્કૂલ- ધ્રોલમાંથી જીયા રાકેશભાઈ પ્રજાપતિ, કાવ્યાનીબા બ્રિજરાજસિંહ ગોહિલ, શ્રી બી.એમ.પટેલ સ્કૂલ- વાંકિયામાંથી નૈતિક જયસુખભાઈ ભીમાણીની રાજ્યક્ક્ષાની “નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ” માટે પસંદગી કરવામાં આવી છે. 

કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ધોરણ 8 થી 12 ના ગ્રામ્ય વિસ્તારના 30 શાળાના 120 જેટલા બાળકો સંમિલિત બન્યા હતા. કાર્યક્રમમાં બાળકોને 15 જેટલા વૈકલ્પિક પ્રશ્નો લેખિત સ્વરૂપમાં પૂછવામાં આવેલ. 

આ 120 બાળકોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 15 બાળકોની રાજયકક્ષાની ક્વિઝ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તેમાં સામેલ બનેલા તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમ શ્રી એમ.ડી.મહેતા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના પ્રતિનિધિશ્રી દ્વારા જણાવાયું છે. 





Comments

Popular posts from this blog

Jamangar: કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.