લુમ્બીનગર પ્રાથમિક શાળા ખાતે મહાપ્રભુજી બેઠક કલસ્ટરનું બાળ વૈજ્ઞાનિક ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

 

લુમ્બીનગર પ્રાથમિક શાળા ખાતે મહાપ્રભુજી બેઠક કલસ્ટરનું બાળ વૈજ્ઞાનિક ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

પ્રદર્શનમાં 18 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી

લુમ્બીનગર પ્રાથમિક શાળા જામનગર ખાતે જીસીઇઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર પ્રેરીત મહાપ્રભુજી બેઠક કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ યોજવામાં આવ્યું હતું.

જેમાં ક્લસ્ટર હેઠળની 9 શાળાઓના 18 જેટલા બાળ વૈજ્ઞાનિકો સહભાગી થયા હતા અને વિવિધ પાંચ વિભાગોમાં દસ જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમ અંતર્ગત ક્લસ્ટરની વિવિધ શાળાઓના આચાર્યોએ બાળ વૈજ્ઞાનિકોની કૃતિની મુલાકાત લીધી હતી અને વિધાર્થીઓને ઇનામ, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

રેખાબેન ચાવડા, પૂર્વજાબેન પટેલ અને આર.ટી.કાછટિયાએ નિર્ણયાક તરીકેની માનદ સેવા આપી દરેક વિભાગમાંથી 3 નંબર આપીને પ્રથમ નંબર આવેલ કૃતિને block કક્ષામાં મોકલી હતી.

આ પ્રદર્શનને સફળ બનાવા સી.આર.સી. કો ઓર્ડીનેટર જયેશભાઈ ભાગચંદાણી અને લુમ્બીનગર શાળાના તમામ સ્ટાફ ગણે જહમત ઉઠાવી હતી.




Comments

Popular posts from this blog

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...

જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો