જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા

 જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા


રાજ્ય સરકારની સ્પોર્ટસ સ્કુલ યોજનાની ફળશ્રુતિ

ફાઈનલ મેચમાં દેવગઢ બારીયાની ટીમને ૨-૧ ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર ૧૭ બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તા.૨૧ થી તા.૨૩/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSS ની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે.

સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે દેવગઢ બારીયાની ટીમને ૨-૧ ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. 


સાથે સાથે જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલના સંચાલકો દ્વારા પણ વિજેતા ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ હતું. ગુજરાત સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હોકી રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSS ની ટીમ રાજ્યકક્ષાએ વિજેતા થયેલ છે. 

વિજેતા થયેલ ટીમના ખેલાડીઓ આગામી માસમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી ખાતે રમવા જશે અને રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Comments

Popular posts from this blog

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...

જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો