પ્રભારીમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી

પ્રભારીમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી
“ટીમ જામનગરે” કુદરતી આફત વખતે એક્શન મોડમાં કરેલી કામગીરીથી જામનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો : મંત્રીશ્રી અતિભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરી ધારાધોરણો પ્રમાણે લોકોને સહાય ચુકવવા મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને તાકીદ કરી જામનગર જિલ્લામાં સર્વેની કામગીરી માટે અંદાજે ૧૨૩ ટીમ કાર્યરત : લોકોને થયેલ ઘરવખરીની અને અન્ય નુકશાની બદલ કેશડોલ્સની ચુકવણી શરૂ કરાઇ લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેમજ આરોગ્ય અને સ્વચ્છતા હાલ તંત્રની પ્રાથમિકતા : કલેકટરશ્રી બી. કે. પંડયા જામનગર તા.૩૧ ઓગસ્ટ, જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટમંત્રીશ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મંત્રીશ્રીએ વિવિધ વિભાગ દ્વારા હાલ થઈ રહેલ કામગીરીની માહિતી મેળવી હતી જે મુજબ, અત્યાર સુધીની વિગતો પ્રમાણે… જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગેનો સર્વે કરવા માટે હાલ ૧૨૩ ટીમો કાર્યરત છે. જે પૈકી શહેરી વિસ્તારમાં ૩૯ટીમો દ્વારા અસરગ્રસ્ત વોર્ડમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી આવતીકાલ રવિવારે પણ ચાલુ રહેશે. જામજોધપુર અને લાલપુરમાં લોકોને ઘરવખરીની નુકશાનીના વળતર રૂપે કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. ધ્રોલ તાલુકામાં એક માનવ મૃત્યુના કિસ્સામાં તેના પરિજનોને રૂ.૪લાખની સહાયનો ચેક ચૂકવી દેવામાં આવ્યો છે. અન્ય મૃતકોના પરિવારજનોને સહાયની કામગીરી ચાલુ છે. ભારે વરસાદની સાથે પવનના લીધે જિલ્લામાં ૧૭૨૯ જેટલા વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતા. પીજીવીસીએલની ૭૭ ટીમોની જહેમતથી અત્યારે તમામ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. વાડી વિસ્તારમાં કામગીરી ચાલુ છે. તેમજ જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પાણી ઘૂસી ગયા છે ત્યાં પાણી ઓસર્યા બાદ વીજ રિપેરિંગની કામગીરી ચાલુ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં ૬ જગ્યાએ પાણીની પાઈપલાઈનમાં નુકશાની થઈ છે જે કામગીરી ચાલુ છે. અંદાજે બે દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે. પંચાયત અને સિંચાઈ વિભાગ હસ્તકના ૨૬ ડેમો વધુમાં વધુ ૧૫ સેમી જેટલા ઓવરફ્લો છે. પાણીના પ્રવાહના પરિણામે ૯ ચેકડેમો અને તળાવોમાં નુકશાની થઈ છે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના જે રસ્તાઓમાં નુકશાની થઈ છે ત્યાં પેચવર્કની કામગીરી કરી દેવામાં આવી છે. જ્યારે પંચાયત હસ્તકના ૪૧૬ રસ્તાઓ પૈકી ૪૮ રસ્તાઓ ઓવર ટોપિંગ અને સ્ટ્રક્ચર ડેમેજના લીધે બંધ હતા જેમાંથી ૩૩ રસ્તાઓ શરૂ થઈ ગયા છે.

Comments

Popular posts from this blog

Jamangar: કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.