Posts

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર્વ...

જામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી

Image
 જામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી *તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવી  સખી વન સ્ટોપ સેન્ટરમાં સલામત આશરો આપ્યો* જામનગર તા.૧૧ નવેમ્બર, એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા જામનગરમાં ભૂલા પડી ગયા છે અને તેમની સાથે લોકોએ વાતચીત કરતાં માત્ર તેમની પ્રાદેશિક ભાષા જ બોલે છે. આ અંગે ૧૮૧ અભયમની ટીમને જાણ થતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ મમતાબેન આહુજા અને પાઇલોટ સુરજીતભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતાં.   ૧૮૧ની ટીમે મહિલા સાથે મુલાકાત કરી તેણીને સાંત્વના આપી વિશ્વાસ માં લઈ, મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ માત્ર તેલુગુ ભાષા બોલતાં, થોડું લખતાં અને સમજતાં હોય તેમ જાણવા મળ્યું હતું. બાદમાં તેઓએ કાગળ પર લખ્યું અને અભયમની ટીમ દ્વારા તે શબ્દોનું ગૂગલમાં ભાષા ટ્રાન્સલેશન કરતાં મહિલાનું નામ મનીમાં રામલ્લું દાંડું અને તેલંગણા રાજ્યનાં ગામ કાકરલા પાડુંનાં વતની હોવાનું જાણવા મળ્યું હતું.  ત્યારબાદ ધ્રોલ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે  તેલુગુ ભાષાનાં...

જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024

સરસ' ઉત્પાદનોને 'સરસ' પ્રોત્સાહન...!! જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024 દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓનો મહાકુંભ; 33 જિલ્લાની 100થી વધુ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા 50 જેટલાં સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેચાણ... 'સરસ' ઉત્પાદનોને 'સરસ' પ્રોત્સાહન...!! જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024 દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓનો મહાકુંભ; 33 જિલ્લાની 100થી વધુ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા 50 જેટલાં સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેચાણ... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #sarasmela #GujaratGovernment #jamnagar Posted by Gujarat Information on Saturday, October 26, 2024

લખોટા કિલ્‍લો - જામનગર

  લખોટા કિલ્‍લો - જામનગર આ કિલ્‍લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯ થી ૧૮ મી સદી દરમિયાનના સ્‍થાપત્‍યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્‍તારમાં ફેલાયેલો છે. આ કિલ્‍લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્‍યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્‍ત્રાગાર અને અન્‍ય યુદ્ધ સામગ્રીનો સંગ્રહ થયેલો છે. લખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લખોટાનો કિલ્‍લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્‍ત્રો માટે જાણીતું છે. આ કિલ્‍લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહિનું મુખ્‍ય આકર્ષણ કુવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે.

શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ..

 શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... #SchoolTour #NewRule #EducationDepartment #Gujarat #SOP #SchoolTourSOP #GujaratGovernment pic.twitter.com/enND3FCRAC — Gujarat Information (@InfoGujarat) October 24, 2024

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

Image
 જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી જામનગર તા.૨૩ ઓક્ટોબર, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત  વર્ષ-૨૦૨૪-૨૫ની બાળકોના પોષણમા સુધારો થવાના હેતુથી કરેલ રૂ. 2.00 લાખની જોગવાઈની ગ્રાન્ટમાંથી જિલ્લાના ૧ થી ૫ વર્ષના અતિ કુપોષિત ૪૪૬ બાળકોને પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં  બાળક દીઠ સિંગદાણા (400 ગ્રામ), રાગી લોટ (500 ગ્રામ), દલીયા (500 ગ્રામ), મગ (500 ગ્રામ), ગોળ (950 ગ્રામ), મોરીન્ગા(સરગવા) પાઉડર (100 ગ્રામ)નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાનગીઓની રેસીપીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.   આ પોષણ કીટ વિતરણની સાથે-સાથે નિવૃત્ત આંગણવાડી કાર્યકર બહેનોને મળવાપાત્ર ગ્રેજ્યુઈટીનાં ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NNM જિલ્લા તથા બ્લોક કોર્ડીનેટરશ્રીઓ દ્વારા બાળકોને દુકાનનાં મસાલેદાર પેકેટ્સની આદત છોડાવવા, બાળકનાં વાલીઓમાં કુપોષણ બાબતે જાગૃતિ લાવવા તથા માર્ગદર્શન આપવાનાં વિષય પર રોલ પ્લે કરવામાં આવ્યો હતો.  જામનગર ...

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Image
        કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને અમારી ઈચ્છા છે કે તમારું સર્વોપરી કાયમ રહે, તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો. આજે અમિત શાહ 60 વર્ષના થયા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતમાં થયો હતો. અમિત શાહે 1980 ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો જ્યારે તેઓ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાયા.  ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સાથે કામ કરવાનું શરૂ કરતાં તેમની રાજકીય કારકિર્દીએ વેગ પકડ્યો હતો. 2002માં શાહને ગુજરાત સરકારમાં ગૃહ, કાયદો અને વાહનવ્યવહાર જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.  તેઓ ગુજરાતમાં લાંબા સમયથી ભાજપના વ્યૂહરચનાકાર રહ્યા છે અને 2002ની ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ માટે નોંધપાત્ર જીત સુનિશ્ચિત કરી હતી. હાલમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.  તેમના પર...

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Image
કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર ભૂકંપના સદગતોની યાદમાં વડાપ્રધાનશ્રીની વિશ્વને આપેલી અદભૂત ભેટ એટલે ભુજનું સ્મૃતિવન મેમોરિયલ ૦૦૦૦ ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં મળ્યું છે સ્થાન  ૦૦૦૦ ભુજ, મંગળવાર   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ: સ્વાર્થ નેતૃત્વમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાનશ્રી તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશા અગ્ર સ્થાન આપ્યું છે. કચ્છને પાણીદાર બનાવવામાં, ઉદ...

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Image
Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિ...

જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા

Image
 જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા રાજ્ય સરકારની સ્પોર્ટસ સ્કુલ યોજનાની ફળશ્રુતિ ફાઈનલ મેચમાં દેવગઢ બારીયાની ટીમને ૨-૧ ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર ૧૭ બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તા.૨૧ થી તા.૨૩/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSS ની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે દેવગઢ બારીયાની ટીમને ૨-૧ ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.  સાથે સાથે જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલના સંચાલકો દ્વારા પણ વિજેતા ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ હતું. ગુજરાત સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હોકી રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રો...

લુમ્બીનગર પ્રાથમિક શાળા ખાતે મહાપ્રભુજી બેઠક કલસ્ટરનું બાળ વૈજ્ઞાનિક ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Image
  લુમ્બીનગર પ્રાથમિક શાળા ખાતે મહાપ્રભુજી બેઠક કલસ્ટરનું બાળ વૈજ્ઞાનિક ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. પ્રદર્શનમાં 18 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી લુમ્બીનગર પ્રાથમિક શાળા જામનગર ખાતે જીસીઇઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર પ્રેરીત મહાપ્રભુજી બેઠક કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ યોજવામાં આવ્યું હતું. જેમાં ક્લસ્ટર હેઠળની 9 શાળાઓના 18 જેટલા બાળ વૈજ્ઞાનિકો સહભાગી થયા હતા અને વિવિધ પાંચ વિભાગોમાં દસ જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમ અંતર્ગત ક્લસ્ટરની વિવિધ શાળાઓના આચાર્યોએ બાળ વૈજ્ઞાનિકોની કૃતિની મુલાકાત લીધી હતી અને વિધાર્થીઓને ઇનામ, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. રેખાબેન ચાવડા, પૂર્વજાબેન પટેલ અને આર.ટી.કાછટિયાએ નિર્ણયાક તરીકેની માનદ સેવા આપી દરેક વિભાગમાંથી 3 નંબર આપીને પ્રથમ નંબર આવેલ કૃતિને block કક્ષામાં મોકલી હતી. આ પ્રદર્શનને સફળ બનાવા સી.આર.સી. કો ઓર્ડીનેટર જયેશભાઈ ભાગચંદાણી અને લુમ્બીનગર શાળાના તમામ સ્ટાફ ગણે જહમત ઉઠાવી હતી.

જામનગરમાં જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું

Image
  જામનગરમાં જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું ગુજકોસ્ટ- ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ- ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા ડી.ઈ.ઓ.કચેરી અને ડી.પી.ઈ.ઓ.કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે, ગામડાના બાળકોમાં જ્ઞાનપિપાસા વધારવાના હેતુસર નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું.  વિજેતા બાળકોની સૂચિમાં શ્રી દિવ્યજ્યોત વિદ્યાલય- કાલાવડમાંથી શિવ ચેતનભાઈ ચોવટીયા, શિવરાજસિંહ શક્તિસિંહ જાડેજા, દિશાંત ભાવેશભાઈ ચીખલિયા, શ્રી ડેલ્ટા પ્રાથમિક શાળા- સોયલમાંથી યશ પ્રકાશભાઈ અરાબડીયા, સ્નેહ ધમેન્દ્રભાઈ ક્કાણીયા, શ્રી ચંદ્રસિંહજી હાઈસ્કૂલ- ધ્રોલમાંથી દેવાભાઈ અમરશીભાઈ મોનેરા, શ્રી મોટા વાગુદડ કુમાર શાળા- મોટા વાગુદડમાંથી અર્જુનસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા, શ્રી જી.એમ. પટેલ સ્કૂલ- ધ્રોલમાંથી ઉર્મિલા આશોકભાઈ ગાગળ, શ્રી નવજીવન માધ્યમિક શાળા- નીકાવામાંથી પ્રતીક્ષાબા ભૂપેન્દ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજા, વિવેકપુરી ચેતનપુરી ગોસ્વામી, શ...