Posts

Showing posts from August, 2024

જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો

 જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો..  જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે તમામનો ખુબ ખુબ આભાર. @CMOGuj @mahitijamnagar #LetsCare pic.twitter.com/cjZgaOzr1m — Collector Jamnagar (@CollectorJamngr) August 30, 2024

સરાહનીય કામગીરી... જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRF..

સરાહનીય કામગીરી... જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRF... Posted by Gujarat Information on  Tuesday, August 27, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                      વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક આકર્ષણનું કેન્દ

નવ્ય દ્વારકા-ભવ્ય દ્વારકા"

Image
 નવ્ય દ્વારકા-ભવ્ય દ્વારકા" ➡️બેટ દ્વારકા મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વિસ્તાર કરોડોના ખર્ચે વિકસાવાશે ➡️ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો 'નોર્થ-પદમ બીચ' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે ➡️સુદર્શન સેતુના નિર્માણ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની પાવન નગરી બેટ દ્વારકા ખાતે યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે વિકાસને વિસ્તાર આપીને પ્રકૃતિ, સંસ્કૃતિ અને ભક્તિના સંગમ સમા બેટ દ્વારકાને પ્રવાસનનું ઉન્નત કેન્દ્ર બનાવવા ત્રણ તબ્બકા અંતર્ગત વિકાસ પ્રોજેક્ટ હાથ ધરાશે. ➡️પ્રથમ તબ્બકે:- શ્રી દ્વારકાધીશ મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટીફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર, ટુરિસ્ટ વિઝીટર સેન્ટર, હાટ બજાર, હિલ્લોક પાર્ક તથા વીથ વ્યુઇંગ ડેકનું નિર્માણ તથા વિકાસ કરવામાં આવશે. ➡️ બીજા તબ્બકે:- હનુમાન મંદિર, અભય માતા મંદિર, સનસેટ પાર્ક, નેચર અને મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર નિર્માણના કામો હાથ ધરાશે. ➡️ત્રીજા તબ્બકે:- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કમ્યુનિટી લેક ડેવલોપમેન્ટ, લેક અરાઈવલ પ્લાઝા, શટલ સર્વિસ, ઇવ્હીકલ, ડોલ્ફિન વ્યુઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિયુઝલ

જામનગર જિલ્લા કાલાવડ તાલુકાનાં શ્રી આણંદપર કુમાર શાળાના શિક્ષિકા બગથરિયા નિતલબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત.

Image
 જામનગર જિલ્લા કાલાવડ તાલુકાનાં શ્રી આણંદપર કુમાર શાળાના શિક્ષિકા બગથરિયા નિતલબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત.  " શ્રી આણંદપર કુમાર શાળામાં ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત બગથરિયા નિતલબેનની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થયેલ હોય આજ રોજ કાલાવડ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં બગથરિયા નિતલબેનનું સન્માન થયેલ હોય શાળાના આચાર્ય શ્રી આડતિયા અનસુયાબેન તેમજ સૌ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યાં. શ્રી આણંદપર કુમાર શાળા "પ્રતિભાશાળી શિક્ષક સન્માન " શ્રી આણંદપર કુમાર શાળા માં ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન શિક્ષક... Posted by  Anandpar Kumarshala  on  Wednesday, August 14, 2024

Jamnagar|Jodiya: જોડીયા આંગણવાડી કેન્દ્રમાં મહિલાઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરાયું

Image
 Jamnagar|Jodiya: જોડીયા આંગણવાડી કેન્દ્રમાં મહિલાઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરાયું ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , ધ્રોલ અને આઈ.સી.ડી.એસ. વિભાગ, જોડીયા દ્વારા લાભાર્થીઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.  મહિલાઓનું સશક્તિકરણ થાય, ગામડાની ગૃહિણીઓ પોતાના શાકભાજી પોતાના જ ફળીયા કે અગાસી પર પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડતા થાય, વધુ શાકભાજીના ઉછેર દ્વારા બજારમાં પોતે શાકભાજી વેચીને આત્મનિર્ભર બને, દેશી ખાતર બનાવતા અને ઉપયોગ કરતા થાય, આંગણવાડી કેન્દ્ર પર આવતા તમામ બાળકો ઓર્ગેનીક શાકભાજીનો ઉપયોગ કરે, તેને આહાર તરીકે લેતા થાય તે ઉદેશથી જોડીયા તાલુકાના આંગણવાડી કાર્યકરો માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના શ્રી ડો.સંજય પંડયાએ શાકભાજીને ઘર આંગણે ઉગાડવાની બોટલ પ્લાન્ટની રીત, નકામા ટાયરમા પ્લાન્ટની રીત, એક જ બોટલમાંથી ત્રણથી વધુ છોડને ઓછા પાણીએ ઉગાડવાની રીત, બોટલ ડ્રિપ ઇરીગેશન રીત, દેશી કોકપીટ ખાતર બનાવવાની રીતનું પ

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા “ઓરલ હાઇજિન ડે” ની ઉજવણી કરાઇ

Image
 જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા “ઓરલ હાઇજિન ડે” ની ઉજવણી કરાઇ  કાર્યક્રમ અંતર્ગત ફ્રી ડેન્ટલ કેમ્પ, જન જાગૃતિ સેમિનાર, પત્રિકા તથા ટુથ-બ્રશ અને ટુથ-પેસ્ટનું વિનામુલ્યે વિતરણ કરાયું  ઇન્ડિયન સોસાયટી ઓફ પેરિયોડોન્ટોલોજીના સ્થાપક ડો. જી.બી. શંકવલકરની જન્મજયંતીની યાદમાં ભારતમાં દર વર્ષે ૧ ઓગસ્ટે ઓરલ હાઇજિન ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય ઓરલ હાઇજિન (મૌખિક સ્વસ્થ્ય) જાળવવાના મહત્વ અને દાંત સંબંધિત વિવિધ રોગોથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દરેક વ્યક્તિ માટે મૌખિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમારું મૌખિક સ્વાસ્થ્ય ખરાબ હોય તો શરીરમાં અન્ય રોગો થવાનું જોખમ ઘણું વધી જાય છે.  જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ઓરલ હાઇજિન ડે નિમિતે લોકોમાં મૌખિક સ્વાસ્થ્યની જરૂરિયાત વિશે જાગૃતિ ફેલાવવા અર્થે એક અઠવાડીયા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અંતર્ગત જી.જી. હોસ્પિટલના મેડિસિન અને ગાયનેક વિભાગની ઓપીડી, સરકારી ફિજીયોથેરાપી હોસ્પિટલની ઓપીડી, સરકારી આયુર્વેદિક હોસ્પિટલની ઓપીડી, મોટી બાણુંગારની હાઈસ્કુલ ખાતે ડેન્ટલ હોસ્

જામનગર: અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગરમાં કરાટે સ્પર્ધા યોજાઈ

Image
 જામનગર: અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગરમાં કરાટે સ્પર્ધા યોજાઈ જામનગર તા.૧૭ ઓગસ્ટ, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ ની મહાનગરપાલીકા કક્ષાની કરાટે સ્પર્ધા અંડર ૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઇઓની તા. ૧૧/૦૮/૨૦૨૪અને બહેનોની સ્પર્ધા તા.૧૨/૦૮/૨૦૨૪નાં રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હોલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રીકેટ પેવેલીયન, જામનગર ખાતે યોજવામાં આવી હતી.  જિલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ ૩૫૪ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. કરાટે સ્પર્ધામાં દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલાં ખેલાડીઓ અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષાએ કરાટે સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બી.જે. રાવલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  #jamnagar #gujarat #gujaratinews #jamnagarnews #local #LocalNews #

જામનગરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા વર્ષ 2024- 25 અંતર્ગત ચેસ સ્પર્ધા યોજાઈ

Image
 જામનગરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા વર્ષ 2024- 25 અંતર્ગત ચેસ સ્પર્ધા યોજાઈ જામનગર તા.17 ઓગસ્ટ, રાજ્ય સરકારશ્રીના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળ કાર્યરત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જામનગર શહેર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI)- 2024-25 ની મહાનગરપાલિકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કેટેગરીમાં અંડર 14, 17 અને 19 ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ હોલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જામનગર શહેર કચેરી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  આ સ્પર્ધામાં કુલ 157 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. જેમાં દરેક વયજૂથમાં વિજેતા થયેલા ખેલાડીઓ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI)– 2024- 25 અંતર્ગત હવે રાજ્યકક્ષાએ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી બી.જે.રાવલીયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Jamangar: કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું

Image
*આન... બાન.. શાન સાથે જામજોધપુર ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન*   Jamangar: કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું *છેલ્લા દાયકામા વિશ્વ સમક્ષ ભારત સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું: કલેકટરશ્રી* *હર ઘર તિરંગા અભિયાનની જામનગરવાસીઓએ લોકોત્સવની જેમ ઉજવણી કરી: કલેક્ટરશ્રી* *જામનગર તા.15 ઓગસ્ટ,* જામનગર જિલ્લા કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકામાં આવેલ ખાનસરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની આન.. બાન..શાન.. સાથે ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ દવજવંદન કરી રાષ્ટ્રદવજને સલામી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદોને નમન કરું છું. હર ઘર તિરંગા અભિયાનમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ જન જન ને જોડ્યા. અને નેશન ફર્સ્ટની ભાવના સાથે લોકોએ રાષ્ટ

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

Image
 જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જોડિયા તાલુકા કન્યા શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી.  તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા મંત્રીશ્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી.  તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટરશ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ,  તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રસીલાબેન