Posts

Showing posts from September, 2024

જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા

Image
 જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા રાજ્ય સરકારની સ્પોર્ટસ સ્કુલ યોજનાની ફળશ્રુતિ ફાઈનલ મેચમાં દેવગઢ બારીયાની ટીમને ૨-૧ ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર ૧૭ બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તા.૨૧ થી તા.૨૩/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSS ની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે દેવગઢ બારીયાની ટીમને ૨-૧ ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.  સાથે સાથે જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલના સંચાલકો દ્વારા પણ વિજેતા ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ હતું. ગુજરાત સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હોકી રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSS ની

લુમ્બીનગર પ્રાથમિક શાળા ખાતે મહાપ્રભુજી બેઠક કલસ્ટરનું બાળ વૈજ્ઞાનિક ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Image
  લુમ્બીનગર પ્રાથમિક શાળા ખાતે મહાપ્રભુજી બેઠક કલસ્ટરનું બાળ વૈજ્ઞાનિક ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. પ્રદર્શનમાં 18 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી લુમ્બીનગર પ્રાથમિક શાળા જામનગર ખાતે જીસીઇઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર પ્રેરીત મહાપ્રભુજી બેઠક કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ યોજવામાં આવ્યું હતું. જેમાં ક્લસ્ટર હેઠળની 9 શાળાઓના 18 જેટલા બાળ વૈજ્ઞાનિકો સહભાગી થયા હતા અને વિવિધ પાંચ વિભાગોમાં દસ જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમ અંતર્ગત ક્લસ્ટરની વિવિધ શાળાઓના આચાર્યોએ બાળ વૈજ્ઞાનિકોની કૃતિની મુલાકાત લીધી હતી અને વિધાર્થીઓને ઇનામ, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. રેખાબેન ચાવડા, પૂર્વજાબેન પટેલ અને આર.ટી.કાછટિયાએ નિર્ણયાક તરીકેની માનદ સેવા આપી દરેક વિભાગમાંથી 3 નંબર આપીને પ્રથમ નંબર આવેલ કૃતિને block કક્ષામાં મોકલી હતી. આ પ્રદર્શનને સફળ બનાવા સી.આર.સી. કો ઓર્ડીનેટર જયેશભાઈ ભાગચંદાણી અને લુમ્બીનગર શાળાના તમામ સ્ટાફ ગણે જહમત ઉઠાવી હતી.

જામનગરમાં જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું

Image
  જામનગરમાં જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું ગુજકોસ્ટ- ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ- ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા ડી.ઈ.ઓ.કચેરી અને ડી.પી.ઈ.ઓ.કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે, ગામડાના બાળકોમાં જ્ઞાનપિપાસા વધારવાના હેતુસર નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું.  વિજેતા બાળકોની સૂચિમાં શ્રી દિવ્યજ્યોત વિદ્યાલય- કાલાવડમાંથી શિવ ચેતનભાઈ ચોવટીયા, શિવરાજસિંહ શક્તિસિંહ જાડેજા, દિશાંત ભાવેશભાઈ ચીખલિયા, શ્રી ડેલ્ટા પ્રાથમિક શાળા- સોયલમાંથી યશ પ્રકાશભાઈ અરાબડીયા, સ્નેહ ધમેન્દ્રભાઈ ક્કાણીયા, શ્રી ચંદ્રસિંહજી હાઈસ્કૂલ- ધ્રોલમાંથી દેવાભાઈ અમરશીભાઈ મોનેરા, શ્રી મોટા વાગુદડ કુમાર શાળા- મોટા વાગુદડમાંથી અર્જુનસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા, શ્રી જી.એમ. પટેલ સ્કૂલ- ધ્રોલમાંથી ઉર્મિલા આશોકભાઈ ગાગળ, શ્રી નવજીવન માધ્યમિક શાળા- નીકાવામાંથી પ્રતીક્ષાબા ભૂપેન્દ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજા, વિવેકપુરી ચેતનપુરી ગોસ્વામી, શ્રી વિવેક

તરણેતરનો મેળો: પશુ પ્રદર્શન હરીફાઈ

જામનગર જિલ્લાની બબરઝર વાડીશાળા- 2ના દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ

5 સપ્ટેમ્બર શિક્ષકદિન વિશેષ જામનગર જિલ્લાની બબરઝર વાડીશાળા- 2ના દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ રામીબેનની મહેનતથી ખેડૂતો અને પરપ્રાંતીય વાલીઓના બાળકો સરકારની સહાયથી મોડેલ સ્કૂલ્સમાં અભ્યાસ કરે છે દરેક શિક્ષકોએ વિદ્યાર્થીને પોતાનું બાળક માની તેમના અભ્યાસ પાછળ મહેનત કરવી જોઈએ : રામીબેન કનારા (શિક્ષિકા) 5 સપ્ટેમ્બર શિક્ષકદિન વિશેષ જામનગર જિલ્લાની બબરઝર વાડીશાળા- 2 ના દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ રામીબેનની મહેનતથી ખેડૂતો અને પરપ્રાંતીય વાલીઓના બાળકો સરકારની સહાયથી મોડેલ સ્કૂલ્સમાં અભ્યાસ કરે છે દરેક શિક્ષકોએ વિદ્યાર્થીને પોતાનું બાળક માની તેમના અભ્યાસ પાછળ મહેનત કરવી જોઈએ : રામીબેન કનારા (શિક્ષિકા) Posted by Info Jamnagar Gog on Tuesday, September 3, 2024

પ્રભારીમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી

Image
પ્રભારીમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી “ટીમ જામનગરે” કુદરતી આફત વખતે એક્શન મોડમાં કરેલી કામગીરીથી જામનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો : મંત્રીશ્રી અતિભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરી ધારાધોરણો પ્રમાણે લોકોને સહાય ચુકવવા મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને તાકીદ કરી જામનગર જિલ્લામાં સર્વેની કામગીરી માટે અંદાજે ૧૨૩ ટીમ કાર્યરત : લોકોને થયેલ ઘરવખરીની અને અન્ય નુકશાની બદલ કેશડોલ્સની ચુકવણી શરૂ કરાઇ લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેમજ આરોગ્ય અને સ્વચ્છતા હાલ તંત્રની પ્રાથમિકતા : કલેકટરશ્રી બી. કે. પંડયા જામનગર તા.૩૧ ઓગસ્ટ, જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટમંત્રીશ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મંત્રીશ્રીએ વિવિધ વિભાગ દ્વારા હાલ થઈ રહેલ કામગીરીની માહિતી મેળવી હતી જે મુજબ, અત્યાર સુધીની વિગતો પ્રમાણે… જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગેનો સર્વે કરવા માટે હાલ ૧૨૩ ટીમો કાર્યરત છે. જે પૈકી શહ

જામનગર આરોગ્ય વિભાગે અતિવૃષ્ટિ વચ્ચે ૮૨ સગર્ભાઓની સફળ રીતે પ્રસૂતિ કરાવી

Image
જામનગર આરોગ્ય વિભાગે અતિવૃષ્ટિ વચ્ચે ૮૨ સગર્ભાઓની સફળ રીતે પ્રસૂતિ કરાવી તકેદારીના ભાગરૂપે ૨૨૫ સગર્ભાઓનું નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૯ સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ૨૧૦ પેટા આરોગ્ય કેન્દ્રો ચોવીસ કલાક ચાલુ રાખી લોકોને સારવાર આપવામાં આવી જામનગર તા.૩૧ ઓગસ્ટ, જામનગર જિલ્લામાં ચાલુ સપ્તાહે અતિભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ જેની ડીલીવરી તારીખ નજીક છે તેવી સગર્ભાઓને નજીકનાં આરોગ્યકેન્દ્ર, હોસ્પિટલ અને સલામત આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા હતા. સમયસૂચકતા વાપરી તંત્રના સહયોગથી જામનગર જિલ્લાની ૨૨૫ સગર્ભાઓનું નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જે પૈકી ૮૨ સગર્ભાઓની સફળ રીતે પ્રસૂતિ કરાવવામાં આવી છે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા વહીવટી તંત્ર દ્વારા અતિ ભારે વરસાદના લીધે પુરગ્રસ્ત સ્થિતિને પહોચી વળવા માટે ૩૪ પ્રાથમિક આરોગ

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા

Image
કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા રેસ્ક્યૂ બાદ સુરક્ષિત આશ્રય સ્થાન મળવા બદલ સરકાર, આર્મીના જવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતાં ૭૬ જેટલા આશ્રિતો પૂરની સ્થિતિમાં ખેડૂતો અને અસરગ્રસ્તોની રજૂઆતો અંગે મંત્રીશ્રીએ સકારાત્મકતા દર્શાવી જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અતિભારે વરસાદના પરિણામે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું હતું. જામનગર તાલુકાના શાપર ગામે વાડી વિસ્તારમાં ૭૬ જેટલા લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ચારેબાજુ પાણી હોવાથી ખેતમજૂરો બહાર નીકળી શકે તેમ ન હોય આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રની અને ગ્રામજનોની મદદથી ૧ સગર્ભા, ૪૦ જેટલા બાળકો સહિત ૭૬ લોકોનું સફળ રીતે રેસ્ક્યૂ કરી સુરક્ષિત આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે રેસ્ક્યૂ કરાયેલા લોકો અને ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા હતા. અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. ગામના આગેવાનો દ્વારા કુદરતી આફતની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે. તે બદ

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી તાત્કાલિક અસરથી ગામોનો સર્વે કરી જરૂરિયાત મંદોને ટેકો આપવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી : મંત્રીશ્રી જામનગર તા.૩૧ ઓગસ્ટ, રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિથી પ્રભાવિત જામનગર તાલુકાના બેડ, વસઈ અને આમરા ગામની મુલાલાત લઇ કુદરતી આફત વચ્ચે લોકોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછ્યાં હતા. બેડ ટોલનાકા પાસે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના વધુ પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ત્યારે મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને અસરગ્રસ્ત ગામોનો ત્વરિત સર્વે કરી કામગીરી કરવા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે માનવ જીવન સલામત છે. મંત્રીશ્રીએ ખેડૂતો, અસરગ્રસ્ત લોકો અને ગ્રામજનોની રજુઆતો સાંભળી સકારાત્મક કાર્યવાહી કરવામાં આવ

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી તાત્કાલિક અસરથી ગામોનો સર્વે કરી જરૂરિયાત મંદોને ટેકો આપવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી : મંત્રીશ્રી જામનગર તા.૩૧ ઓગસ્ટ, રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિથી પ્રભાવિત જામનગર તાલુકાના બેડ, વસઈ અને આમરા ગામની મુલાલાત લઇ કુદરતી આફત વચ્ચે લોકોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછ્યાં હતા. બેડ ટોલનાકા પાસે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના વધુ પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ત્યારે મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને અસરગ્રસ્ત ગામોનો ત્વરિત સર્વે કરી કામગીરી કરવા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે માનવ જીવન સલામત છે. મંત્રીશ્રીએ ખેડૂતો, અસરગ્રસ્ત લોકો અને ગ્રામજનોની રજુઆતો સાંભળી સકારાત્મક કાર્યવાહી કરવામાં આવ

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા રેસ્ક્યૂ બાદ સુરક્ષિત આશ્રય સ્થાન મળવા બદલ સરકાર, આર્મીના જવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતાં ૭૬ જેટલા આશ્રિતો પૂરની સ્થિતિમાં ખેડૂતો અને અસરગ્રસ્તોની રજૂઆતો અંગે મંત્રીશ્રીએ સકારાત્મકતા દર્શાવી જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અતિભારે વરસાદના પરિણામે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું હતું. જામનગર તાલુકાના શાપર ગામે વાડી વિસ્તારમાં ૭૬ જેટલા લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ચારેબાજુ પાણી હોવાથી ખેતમજૂરો બહાર નીકળી શકે તેમ ન હોય આગેવાનો દ્વારા જિલ્લા વહીવટીતંત્રની અને ગ્રામજનોની મદદથી ૧સગર્ભા, ૪૦ જેટલા બાળકો સહિત ૭૬ લોકોનું સફળ રીતે રેસ્ક્યૂ કરી સુરક્ષિત આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે રેસ્ક્યૂ કરાયેલા લોકો અને ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા હતા. અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. ગામના આગેવાનો દ્વારા કુદરતી આફતની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે તે બદલ મંત્ર

જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...

Image
 જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...  ➡શહેરી વિસ્તારમાંથી 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરાયા...    ➡ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1.40 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ...  ➡નીચાણવાળા વિસ્તારોમાં કાદવકીચડ દૂર કરવા સહિતની સઘન સફાઈ કામગીરી પ્રગતિ પર... જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી... ➡શહેરી વિસ્તારમાંથી 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોને... Posted by Gujarat Information on  Friday, August 30, 2024